મોરબી : તારીખ 4 ઓગસ્ટ 2025ના રોજ આર્યસમાજના પ્રતિનિધિઓએ ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન આર્યસમાજના પ્રતિનિધિઓ આચાર્ય દિનેશજી (દર્શન યોગધામ રોઝડ), આચાર્ય પ્રિયેશજી, પ્રફુલજી વોરા (પ્રધાનજી, ઓઢવ આર્યસમાજ), કમલેશજી શાસ્ત્રી, કૃણાલ રાજપૂત અને અન્યોએ આચાર્ય દેવવ્રતને મળી સ્વામી દયાનંદ સરસ્વતી જીવનચરિત્ર, સ્વામી શ્રદ્ધાનંદ જીવનચરિત્ર અને આર્યસમાજીઓના સ્વતંત્રતા સંઘર્ષ, હૈદરાબાદ મુક્તિ સંઘર્ષમાં યોગદાનને લગતા પુસ્તકોને ગુજરાત રાજ્યના સરકારી પુસ્તકાલયોમાં, પાઠ્યપુસ્તકો સ્થાન મળે એ માટે આવેદન પત્ર આપ્યું હતું. આ ઉપરાંત આર્યસમાજ આગામી સમયમાં ગુજરાતમા સ્પર્ધાત્મક પરિક્ષાઓના કલાસિસ, દેશી ગૌવંશ સંવર્ધન, યજ્ઞ પ્રચાર, સંસ્કૃત ભાષા પ્રચાર, પ્રાકૃતિક ખેતી, ગુરુકુલ શિક્ષા પદ્ધતિના ક્ષેત્રમાં વ્યાપક સ્તરે કાર્ય કરશેએ બાબતે ચર્ચા કરી હતી.