રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ બ્લડની બોટલો શ્રી રામ બ્લડ સેન્ટર, ધ્રાંગધ્રા ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોકલાશે હળવદ: હળવદ ખાતે સ્વ. કેતનભાઈ હરજીવનભાઈ મોટકાના પુણ્ય સ્મરણાર્થે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ગુરુવાર, 7 ઓગસ્ટ, 2025 ના રોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી HES ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, ITI, શિશુ મંદિર પાસે, હળવદ ખાતે યોજાશે. આ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ બ્લડની બોટલો શ્રી રામ બ્લડ સેન્ટર, ધ્રાંગધ્રા ખાતે લોહીની જરૂરિયાતવાળા નિરાધાર દર્દીઓના ઉપયોગમાં લેવામાં આવશે.આ રક્તદાન કેમ્પનું આયોજન મોટકા પરિવાર તેમજ કેતનભાઈના મિત્રવર્તુળ દ્વારા કરવામાં આવ્યું છે. સૌને આ સ્વૈચ્છિક રકતદાન કેમ્પમાં જોડાવા આયોજકો દ્વારા જણાવાયુ છે.