મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા મહામંડળના સંગઠન પર્વ અંતર્ગત સમાજસેવા અને રાષ્ટ્રસેવા માટે કટિબદ્ધ બની ગ્રીન ગુજરાતના સ્વપ્નોને સાકાર કરવા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન આજે તારીખ 5 ઓગસ્ટના રોજ કરાયું હતું. જેમાં સવારે 10-30 વાગ્યે સમગ્ર જિલ્લાઓમાં વૃક્ષારોપણ કરાયું હતું.પવિત્ર શ્રાવણ મહિનામાં કરવામાં આવી રહેલા આ સત્કાર્યમાં ધ્યાનસ્થ દેવતાઓની પૂજા અર્ચન કરવા અને રોપાના વાવેતર માટે સૌ શિક્ષકો એકઠા થયા હતા. સાંસ્કૃતિક રીતે પૂજન સાથે નારાયણ ઉપનિષદનું પારાયણ કરી સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં અંદાજિત 10 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા.