ચાર મિત્રો ન્હાવા ગયા ત્યારે સર્જાઈ દુર્ઘટના : ગઈકાલે સાંજે ત્રણેક કલાક સર્ચ કરાયું પણ કઈ હાથ ન લાગ્યુંમોરબી : માળિયા મિયાણાના વાધરવા નજીક એક યુવક કેનાલમાં ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરની ટિમ દ્વારા આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા તાલુકાના વાધરવા ગામ નજીક નવકાર કોર્પોરેશનની પાછળ કેનાલમાં ગઈકાલે બપોરે સુરપાલસિંઘ વીરસિંઘ, અજય શર્મા, સતીશ વર્મા અને પ્રવીણ સિંઘ નામના ચાર યુવકો ન્હાવા ગયા હતા. જેમાં સુરપાલસિંઘ નામનો યુવક કેનાલમાં ડૂબી ગયો હતો. આ અંગે જાણ કરવામાં આવતા 5:30 વાગ્યે ફાયરની ટિમે પહોંચી શોધખોળ કરી હતી. અંદાજે ત્રણેક કલાક શોધખોળ બાદ કઈ હાથ લાગ્યું ન હતી. બાદમાં ફરી આજે સવારે 10 વાગ્યાથી ફાયરની ટિમ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.