મોરબી : મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ દરબારગઢ ફીડરમાં કાલે તા. ૦૫ના રોજ મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. સમય ૭:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન મહેન્દ્ર ડ્રાઇવ રોડ, અશોકાલાય, નાની બજાર, મકરાણીવાસ, દરબાર ગઢથી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી, ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.