ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ લાવવા મોરબી અપડેટ તથા મોરબી જીલ્લા વહીવટી તંત્રનું સંયુક્ત આયોજન : સ્પર્ધા શાળા અને કોલેજ એમ બે કેટેગરીમાં યોજાશે, પ્રથમ રાઉન્ડ શાળા-કોલેજમાં ત્યારબાદ તેમાં પ્રથમ ક્રમ મેળવનારને ફાઇનલ રાઉન્ડમાં બોલાવાશે : શાળા- કોલેજોએ સ્પર્ધા 11 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશેમોરબી : ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ લાવવા મોરબી અપડેટ તથા મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ડ્રગ્સને ડીલીટ કરીએ' વિષય ઉપર વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા શાળા અને કોલેજ એમ બે કેટેગરીમાં યોજવામાં આવશે. આ સ્પર્ધાનો મુખ્ય વિષય ડ્રગ્સને ડીલીટ કરીએ રહેશે. સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ જે તે શાળા કે કોલેજમાં યોજવામાં આવશે. તેમાથી પસંદગી પામેલ માત્ર પ્રથમ વિજેતાને મુખ્ય સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. મુખ્ય સ્પર્ધામાં ૧૦ સ્પર્ધકોની પસંદગી થશે. જેમને ફાઈનલ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે. તેમાથી પ્રથમ ત્રણ વિજેતાનું ઈનામ આપી સન્માન કરવામાં આવશે.બંને સ્પર્ધા માટે ગુજરાતી અથવા હિંદી ભાષા માન્ય રહેશે. સ્કુલમાં માત્ર ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને કોલેજમાં પણ સ્નાતક કે અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાગ લઈ શકશે. સ્કુલ તેમજ કોલેજની સ્પર્ધા તા.૧૧ ઓગસ્ટ સુધીમા પુર્ણ કરી વિજેતાના નામ ૧૨ ઓગસ્ટ પહેલા મોકલી આપવાના રહેશે.સ્કુલ તેમજ કોલેજની સ્પર્ધા યોજીને ફોટો તેમજ વિગત મોકલવાની રહેશે જેને મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. શાળા તેમજ કોલેજ કક્ષાએ પ્રથમ ત્રણ વિજેતાને પ્રમાણપત્ર આપવામાં આવશે. મુખ્ય સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદની સ્પર્ધા માટે સ્થળ અને વિગતની જાણ બાદમાં કરવામાં આવશે. શાળા-કોલેજો વધુ વિગત માટે તથા રજીસ્ટ્રેશન માટે મો.નં.99794 01535 ઉપર સંપર્ક કરી શકે છે. વકતૃત્વ સ્પર્ધાના નિયમો● વકતૃત્વ સ્પર્ધા માટે દરેક તબ્બકે સ્પર્ધકને પોતાની રજુઆત માટે પાંચ મીનીટનો સમય મળશે.● વકતૃત્વ સ્પર્ધાનો નિર્ણય વિષયની અનુરૂપતા, સમયમર્યાદા, બોલવાની શૈલી, નવા વિચારો, શુદ્ધ ઉચ્ચારણ વગેરે બાબતો પરથી કરવામા આવશે.● કોઈ પણ પ્રકારના સાહીત્યને સાથે રાખીને બોલવાની મનાઈ છે.● સ્પર્ધા સ્થળ પર આપનો મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખવો જેથી ખલેલ ઉભી ના થાય.● નિયમનુ ઉલ્લંધન કરનારને સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.● સ્પર્ધા અંગેની તમામ માહીતી આયોજક દ્વારા જાહેર કરવામાં આવશે તેને અનુસરવાની રહેશે.● નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે જે સૌને બંધનકર્તા રહેશે.નિબંધ સ્પર્ધાના નિયમો● નિબંધ લખવા માટે સ્પર્ધકને ૧ કલાકનો સમય મળશે.● નિબંધ સ્પર્ધાનો નિર્ણય વિષયની અનુરૂપતા. લખવાની શૈલી, નવા વિચારો, સ્વચ્છતા અને હસ્તાક્ષર વગેરે બાબતો પરથી કરવામાં આવશે.● સ્પર્ધા અંગેની તમામ માહીતી આયોજક દ્વારા જાહેર કરવામાં આવશે તેને અનુસરવાની રહેશે.● મુખ્ય સ્પર્ધામાં નિબંધ લખવા માટે કાગળ આયોજકો તરફથી આપવામાં આવશે.● કોઈ પણ ઇલેકટ્રીક ગેજેટ કે મોબાઇલ સાથે રાખવા દેવામાં આવશે નહી.● નિયમનુ ઉલ્લંધન કરનારને સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.● ટ્રાન્સપરન્ટ પેડ સિવાયનું કોઈ પણ સાહીત્ય સાથે રાખવા દેવામાં આવશે નહી.● નિર્ણાયકનો નિર્ણય આખરી રહેશે જે સૌને બંધનકર્તા રહેશે.