મોરબી : શ્રાવણ મહિનાના બીજા સોમવારે મોરબીના શિવ મંદિરોમાં સવારથી જ ભાવિ ભક્તોની ભીડ ઉમટી પડી છે. જેમાં સામાકાંઠાના અગ્નેશ્વર મહાદેવ, સોતેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કુબીનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, સત્યેશ્વર મહાદેવ, જંગલેશ્વર મહાદેવ સહિતના મહાદેવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. સવારથી લોકોએ દૂધાભિષેક, જળાભિષેક, બીલીપત્ર ચઢાવીને ધન્યતા અનુભવી હતી. તેમજ પોતાની મનોકામના પૂરી કરવા માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.