મહિલા અનામત બેઠકો પરથી મનીષાબેન સરડવા અને મનીષાબેન ગડારા બિનહરીફ જાહેર: અ.જા. અનામત બેઠક પર ગૌતમ ટૂંડિયા બિનહરીફમોરબી: મોરબી (ગ્રામ્ય) શિક્ષક શરાફી મંડળીની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 'સહકાર પેનલ'નો જંગી બહુમતી સાથે ભવ્ય વિજય થયો છે. છેલ્લા 34 વર્ષથી પારદર્શક રીતે કાર્યરત અને હાલ 452 સભાસદો ધરાવતી આ મંડળી શિક્ષકો માટે 'મોટાભાઈ'ની ગરજ સારે છે.ચૂંટણીમાં 'સહકાર પેનલ' ના અંકિતભાઈ જોષી (રંગપર તાલુકા શાળા), જીજ્ઞેશ રાબડીયા (જેતપર તાલુકા શાળા), મનીષ ચાડમિયા (નીચી માંડલ તાલુકા શાળા), ભાવેશ કાલરીયા (ખરેડા કુમાર તાલુકા શાળા), ધર્મેન્દ્રભાઈ કાવઠિયા (મહેન્દ્રનગર કુમાર તાલુકા શાળા), અશ્વિન ગોધવિયા (બરવાળા-ખાખરાળા તાલુકા શાળા), રજનીશ દલસાણીયા (સાદુળકા તાલુકા શાળા), પિન્ટુભાઈ કૈલા (રાજપર તાલુકા શાળા), ધવલ સરડવા (ચાંચાપર તાલુકા શાળા), સતિષભાઈ દેત્રોજા (બગથળા તાલુકા શાળા), નીતિન દેથરીયા (લાલપર તાલુકા શાળા), વિજય પડસુંબિયા (રફાળેશ્વર તાલુકા શાળા) તેમજ નરેશ દેત્રોજા (રામગઢ તાલુકા શાળા) નો વિજય થયો છે. મહિલા અનામત બેઠકો પરથી મનીષાબેન સરડવા (રવાપર તાલુકા શાળા) અને મનીષાબેન ગડારા (નાની વાવડી તાલુકા શાળા) બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ અનામત બેઠક પરથી ગૌતમ ટૂંડિયા (નીચી માંડલ તાલુકા શાળા) પણ બિનહરીફ જાહેર થયા છે.'સહકાર પેનલ'ના તમામ વિજેતા ઉમેદવારોએ સભાસદ શિક્ષક ભાઈઓ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને મંડળીને વધુ સમૃદ્ધ અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર મોરબી પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક પરિવારે 'સહકાર પેનલ'ની આ યુવા બ્રિગેડ ટીમને અભિનંદન પાઠવ્યા છે.