બ્રહ્મ સમાજના 172 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયામોરબી : તારીખ 3 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબીના નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ સમાજના 172 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં મોરબી ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી શૈલેષભાઈ ભટ્ટ, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ પંકજભાઈ રાવલ, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, એડવોકેટ જલ્પાબેન પંડ્યા, મોરબી જિલ્લા મહિલા બ્રહ્મ સમાજ પ્રમુખ કિરણબેન ઠાકર, રાજુભાઈ કે. ભટ્ટ, જયેશભાઈ દવે, અતુલભાઇ જોશી, અજયભાઈ ધાંધલીયા, સુરેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ રાવલ અને રુચિતાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, દીપભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલે જેહમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બ્રહ્મબંધુએ ફલહારનો પ્રસાદ લીધો હતો.