26 વર્ષીય યુવકને ખેંચ આવતા 108એ પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો વાંકાનેર: આજે, 4 ઑગસ્ટ, 2025ના રોજ સવારે 11:02 વાગ્યે વાંકાનેરની SDH ખાતેથી 108 ઇમરજન્સી સેવાને એક કોલ મળ્યો હતો. જેમાં 26 વર્ષીય દિલીપભાઈ ધરમશીભાઈ નામના યુવાનને ખેંચ આવતા તેમની તબિયત ગંભીર બની હોવાનું જણાવ્યું હતું. વાંકાનેરના ડો. દર્શને તાત્કાલિક 108ને જાણ કરી હતી. ERCP ડો. મહેતાના માર્ગદર્શન હેઠળ, 108 ટીમના EMT પ્રવીણભાઈ અને પાઇલટ લાલજીભાઈ પ્રાલિયાએ યુવાનને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી તેમનો જીવ બચાવ્યો હતો. વધુ સારવાર માટે યુવાનને PDU સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો.