'બેગલેસ ડે' કાર્યક્રમ અંતર્ગત ધોરણ 6 થી 8 ના 190 વિદ્યાર્થીઓએ પોલીસ વિભાગની વિવિધ પાંખો અને કામગીરી અંગે માહિતી મેળવી મોરબી: શનિવારે 'બેગલેસ ડે' કાર્યક્રમ અંતર્ગત નવા મકનસર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના 190 વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પોલીસ પ્રશાસન અને તેની કામગીરી વિશે માહિતી આપવાનો હતો.પોલીસ અધિકારીઓએ બાળકોને પોલીસ વિભાગની વિવિધ પાંખો અને કામગીરીથી માહિતગાર કર્યા હતા. જેમાં ડોગ સ્ક્વોડની કામગીરી, શસ્ત્રાગારમાં રહેલા વિવિધ હથિયારો વિશેની જાણકારી, પોલીસ પ્રશાસન દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ વાહનો અને પોલીસ વિભાગોની અલગ અલગ માહિતી આપવામાં આવી હતી. ત્યારે શાળાના શિક્ષકોએ સમગ્ર માહિતી આપવા બદલ મોરબી જિલ્લા પોલીસ વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.