વાંકાનેર : જિલ્લા પંચાયત સદસ્ય ઝહીરઅબ્બાસભાઈની અધ્યક્ષતામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર ગામે 70 થી મોટી ઉંમરના લોકો માટે PMJAY વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમયે જિલ્લા પંચાયતના સદસ્ય ઝહીરઅબ્બાસભાઈ શેરસિયા, માજી કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત યુસુફભાઈ શેરસિયા, સરપંચ રમીલાબેન કિશોરભાઈ મકવાણા, માજી સરપંચ ઈસ્માઈલભાઈ IMP, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા, તાલુકા શાળાના આચાર્ય જાકીર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર હીરાભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિંધાવદર ના CHO જુનેદભાઈ કડીવાર, MPHW સાજનભાઈ વાઘેલા , FHW મહેજબીનબેન વડાવીયા અને આશાવર્કર બહેનો તથા ગામના આગેવાનો દ્વારા બાકી રહેલા લાભાર્થીઓને લાભ મળી રહે એ માટે ભારે જહેમત ઉઠાવી કામગીરી કરવામાં આવી હતી.