વાંકાનેર: વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં સ્ટેફીના સિરામિક નજીક આવેલા ખરાબામાંથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે ગંજીપાના અને રોકડ રૂપિયા 10,590/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે ટીમે દરોડો પાડીને જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, વિનોદભાઈ જોરૂભાઈ સાડમીયા, રમેશભાઈ કરશનભાઈ સાડમીયા અને સંજયભાઈ લવીંગભાઈ મણદોરીયાને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.