મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાંથી જુગારનો કેસ શોધી કાઢ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે ત્રાજપર ખારી, રામજી મંદિરવાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૬,૬૦૦ના મુદ્દામાલ સાથે ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા (ઉ.વ. ૪૯), દિનેશભાઈ નાથાભાઈ નગવાડીયા (ઉ.વ. ૪૦), વિનોદભાઈ બેચરભાઈ બારૈયા (ઉ.વ. ૩૯), રમણીકભાઈ મોતીભાઈ મકવાણા (ઉ.વ. ૪૩) અને સોમાભાઈ મોતીભાઈ મકવાણા (ઉ.વ.૬૫)ની ધરપકડ કરી છે. આ તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.