મોરબી : ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7:00 વાગ્યે યોજાનારી આ મહાઆરતી પૂર્વે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગારવામાં આવશે અને ભવ્ય દીપમાળા કરવામાં આવશે.આ ભવ્ય શણગાર અને દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઈડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી કરવામાં આવશે. પ્રખ્યાત ભાવિક ગજ્જરના મધુર સંગીતના સથવારે મહાદેવજીની મહાઆરતી ઉતારવામાં આવશે.આ વર્ષે, આ મહાઆરતી ભાજપ મહિલા મોરચા દ્વારા ઉતારવામાં આવશે. મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને આ મહાઆરતીનો લાભ લેવા ભાવભરી વિનંતી કરવામાં આવી છે.