શ્રી ગુરુગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે કેમ્પનું આયોજનમોરબી : આવતીકાલે તારીખ 3 ઓગસ્ટ ને રવિવારના રોજ શ્રી ગુરુગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે મોરબીના શનાળા રોડ પર આવેલા સ્ટાર આર્કેટ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સવારે 9 થી બપોરે 1-30 વાગ્યા સુધી યોજાશે. તો રક્તદાન કરીને થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવા સૌ રક્તદાતાઓને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે આશિષભાઈ ભાલોડીયા મો.નં. 7405640901, હરેશભાઈ પાણ મો.નં. 9809810999, નિર્મલભાઈ પનારા મો.નં. 9722257437નો સંપર્ક કરવા જણાવાયું છે.