મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે સ્વામિનારાયણ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી મનોજ બાબુભાઇ સીસણોદા, અજિત વિઠ્ઠલભાઇ થરેશા, મુકેશ સોંડાભાઈ સંખેસરિયા, વિષ્ણુ વિઠ્ઠલભાઇ સુરાણી, સોંડાભાઈ રવજીભાઈ સંખેસરિયા અને રતિલાલ વિરજીભાઈ લાધણોજાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,830 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.