શિવપરિવાર મંદિરનું નિર્માણ કરનાર સંજયભાઈ ધોળકિયાનું મોરબી વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા અદકેરું સન્માનમોરબી : ભગવાન ભોળાનાથ, શિવશંકરનો પ્રિય શ્રાવણ માસ હાલ ચાલી રહ્યો છે. શિવ ભક્તો ભોળીયાનાથની ભક્તિમાં લીન બન્યા છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે મોરબીના યુવા બિલ્ડર તરીકે જાણીતા અનન્ય ભોળાનાથ મહાદેવના પરમ ભક્ત અને સેવાભાવી સંજયભાઈ રમણીકભાઇ ધોળકિયા પરિવાર દ્વારા મોરબીમાં ત્રીજા શિવપરિવાર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.પ્રથમ મોરબીના વાવડી રોડ પર બાદમાં શ્રદ્ધા પાર્કમાં અને હાલ નવલખી રોડ પર આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ સુંદર શિવપરિવાર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે બ્રહ્મપુરી સોસાયટીમાં નવનિર્મિત શિવપરિવાર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. જેમાં શિવ, પાર્વતી, ગણેશ સહિત શિવપરિવારની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ તકે સંજયભાઈ ધોળકિયા વ્યાસ જ્ઞાતિના ગૌરવમાં વધારો કરતા કાર્યો કરતા હોવાથી શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબીના આગેવાનો સર્વે પ્રવિણભાઈ વ્યાસ, બાબુભાઈ વ્યાસ, વસંતભાઈ વ્યાસ, નિલેશભાઈ વ્યાસ, ડી. જી. વ્યાસ, દિવ્યેશભાઈ વ્યાસ સહિતનાઓ દ્વારા પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા તેમનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઈ પંડ્યા, અનિલભાઈ મહેતા, દિલીપભાઈ આદ્રોજા, ભરતભાઈ અમૃતિયા, યશવંતસિંહ રાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી આશિષભાઈના આચાર્ય પદે દશ જેટલા ભૂદેવો વિધિમાં જોડાયા હતા.