મોટી સંખ્યામાં લોકોની સભામાં હાજરી : માતાજીની આરતી કરી સભાનો પ્રારંભ કરાયોમોરબી : મોરબીમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસ બંધ કરાવવાની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આજે પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાનો વિશાળ સંખ્યામાં લોકોની હાજરી સાથે પ્રારંભ થયો છે. ડિસ્કો દાંડિયા ક્લાસિસને સામાજિક દુષણ ગણાવી તેને બંધ કરવા પાટીદાર અગ્રણીઓએ પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટ પાસે પાટીદાર જનક્રાંતિ સભા યોજવામાં આવી છે. માતાજીની આરતી સાથે આ સભા શરૂ થઈ છે. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખો મનોજભાઈ પટેલ, હરેશભાઇ બોપલીયા અને અજય લોરીયા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર છે.