મોરબી : મોરબી વન વિભાગ હેઠળની મોરબી રેન્જના આમરણ રાઉન્ડની આમરણ બીટના ખારચીયા જંગલ વિસ્તારમાં ગઈકાલે રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે વન્યપ્રાણી નીલગાય (રોઝ) ના અવશેષો સાથે ચોટીલાના બોરાણા અમિત મુન્નાભાઈને એક ગાડી તેમજ મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, આ ઘટનામાં સંડોવાયેલા અન્ય બે ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ફરાર થયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.