મોરબી : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મોરબીના મુસાફર માટે મોરબી ડેપોને નવી બે બસો આપવામાં આવી છે. આજે મોરબી બસ સ્ટેશન ખાતેથી રાજસ્થાનના ઉદયપુર જવા મુસાફરો માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ડેપો મેનેજર અનિલભાઈ પઢારિયા, જયદીપભાઇ દેત્રોજા અને એ.ટી.આઇ જોરુભા મલેક તેમજ ડેપોના તમામ કર્મચારીઓની હાજરીમાં મુસાફરોની સુવિધા માટે એસ.ટી.ની મોરબી-ઉદયપુર વાયા અમદાવાદ રૂટ પર ડિલક્સ એક્સપ્રેસ બસનો શુભારંભ કરાવ્યો હતો.આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી થી ઉદયપુર જવા માટે આજે બે નવી બસ મૂકવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સુધી મોરબીના મુસાફરોને એસટી બસની સુવિધા મળી રહે તે માટે મોરબી થી અમદાવાદ સુધીની 9 જેટલી એસી બસ ચાલુ કરવામાં આવી છે. આ સેવા પૂરી પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.