મોરબી: મોરબીમાં એક મોટી રેલવે દુર્ઘટના થતા માંડ ટળી છે. ગુરુવારે રાત્રે આશરે ૧૧:૪૫ વાગ્યે ગાંધીધામથી બાંદ્રા જતી પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે પરશુરામ પોટરી પાસેના ફાટક નંબર ૨૮ના ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું. સદનસીબે, ટ્રેનના ડ્રાઈવરની સતર્કતાને કારણે ટ્રેનને સમયસર રોકી દેવાઈ હતી, જેથી એક મોટી જાનહાનિ ટળી હતી.ઘટનાની જાણ થતા જ રેલવેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોરબી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ. વર્માએ જણાવ્યું હતું કે, ફરજમાં બેદરકારી દાખવનાર ગેટમેન દોજીરામ મીણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.