સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો '20 વર્ષ શહેરી વિકાસના' કાર્યક્રમ : શહેરના 8 રોડનું કરાયું ખાતમુહૂર્ત મોરબી : મોરબીમાં શક્ત શનાળા ખાતે આવેલ પટેલ સમાજની વાડીમાં આજે મહાપાલિકા દ્વારા સાંસદ, ધારાસભ્ય અને અધિકારીઓની ઉપસ્થિતિમાં '20 વર્ષ શહેરી વિકાસના' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ.27.55 કરોડના ખર્ચે 18 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં 8 રોડના કામના ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે.કાર્યક્રમ દરમિયાન મોરબી શહેરમાં (૧) નાની કેનાલ આઇકોનિક રોડ - રૂ.૧૫ કરોડ, (૨) કેસરબાગથી LE કોલેજ રોડ - રૂ.૧.૭૪ કરોડ, (૩)ચામુંડાનગર સી.સી. રોડનું કામ - રૂ.૧૮.૬૧ લાખ, (૪)સુપર ટોકીઝ થી ચિત્રકુટ ટોકીઝ સી.સી.રોડ - ૩૭.૫૦ લાખ, (૫) ક્રિષ્ના સ્કુલ થી એસ.પી. રોડ સી.સી.- રૂ. ૫૮.૦૧ લાખ, (૬)કેદારીયા હનુમાન થી સેન્ટમેરી સ્કુલ સી.સી. - રૂ. ૪૨.૮૯ લાખ, (૭) ચિત્રકુટ શેરી નં.૧.૨ અને ૩ માં સી.સી. રોડ - રૂ.૫૭.૧૬ લાખ, (૮) પુજારા મોબાઈલ થી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર રોડ - રૂ.૯૩.૪૭ લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આ સાથે ૧) નવા સફાઈ કામદારો(જુના ગ્રામપંચાયત વિસ્તારો તેમજ શહેરના અનકવર્ડ વિસ્તારોમાં) રૂ.૩ કરોડ, (૨) જીવીપી સ્પોટ કલેક્શન રૂ.૨ કરોડ, (૩) બેક હો લોડર રૂ.૬૬.૬૭ લાખ, ટ્રેકટર ટ્રોલી રૂ.૬૨.૦૭ લાખ ઉપરાંત (૧)કેસરબાગથી L.E કોલેજ DI પાઈ૫ રૂ.૧૪.૭૮ લાખ (૨) ગોકુલનગર UHC + ગાર્ડન UHC- રૂ. ૧.૧૭ કરોડ + ૧૦ લાખ, (૩) મોરબી મહાનગરપાલિકા નવી વેબસાઈટ અને એપ્લીકેશન મળી કુલ ૨૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૭.૫૫ કરોડના લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે શહેરના નવા ભળેલા વિસ્તારોમાં દોઢથી બે મહિનામાં ડોર ટુ ડોર કલેક્શન સઘન રીતે શરૂ કરવામાં આવશે. પાર્કિંગની સુવિધા થઈ શકે તેમાંય મલ્ટીલેવલ પાર્કિંગ થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાપાલિકાને ફાળવવામાં આવેલા બજેટ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ સાથે શહેરના વિકાસનો રોડમેપ પણ રજૂ કરવાના આવ્યો હતો. કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, કલેકટર કે.બી.ઝવેરી, કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જેન્તીભાઈ પટેલ, કે.એસ.અમૃતિયા, જેઠાભાઇ મિયાત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.