દર મહિનાના પ્રથમ રવિવારે કુમાર તાલુકા શાળા ખાતે યોજાય છે પુસ્તક પરબવાચકોને પુસ્તક પરબનો લાભ લેવા અનુરોધટંકારા : ટંકારામાં શરૂ થયેલા પુસ્તક પરબને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. ટંકારામાં યુવાનો દ્વારા જુલાઈ 2020 થી શરૂ થયેલ પુસ્તક પરબ જુલાઈ 2025માં પાંચ વર્ષ સફળતા પુર્વક પુર્ણ કરી દરેક ઉંમરના ઉત્સાહીત વાચક વર્ગે ક્રમશઃ પુસ્તક પરબ ટીમના સાહસને ઉત્સાહમાં પરાવર્તીત કર્યો છે. ટંકારા પુસ્તક પરબમાં 2 હજારથી વધુ પુસ્તકોનો ખજાનો અને 200 જેટલા નિયમિત વાચકો છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 9 થી 11 વાગ્યા સુધી ટંકારાની કુમાર તાલુકા શાળા ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી વધુમાં વધુ 2 પુસ્તકો એક સાથે વિનામૂલ્યે વાંચન માટે લઈ જઈ શકાય છે. આ પુસ્તક વાંચીને પછીના પુસ્તક પરબના દિવસે એ પુસ્તક પરત કરી દેવામાં આવે છે. પુસ્તક પ્રેમીઓની વાંચનની ભુખ સંતોષવા માટે અને આપણા અમુલ્ય સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતી માતૃભાષા અભિયાન અંતર્ગત દર મહિનાના પ્રથમ રવિવારે સવારે ટંકારાની કુમાર તાલુકા શાળા ખાતે પુસ્તકોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવે છે. જ્યાં વાંચન પ્રત્યે ઉત્સાહી યુવા વર્ગ ધવલભાઈ દેસાઈ, માનસીબેન સોલંકી, ડો. નિપાબેન મેંદપરા, ચેતનભાઈ સાપરીયા, હેતલબેન વરુ, કલ્પેશભાઈ ફેફર, પ્રકાશભાઈ ખટાણા, પૂનમબેન બાલધા, ગીતાબેન સાંચલા, અમિતભાઈ કોરીંગા, પૂજાબેન મેંદપરા, પાર્થભાઈ પંડયા, મીરાબેન ભોરણીયા, આર્યનભાઈ જાની, મહર્ષિભાઈ પંડ્યા, રાકેશભાઈ ફેફર, ડિરલબેન પનારા, ગાયત્રીબેન વરમોરા, ઉત્તમભાઈ બારૈયા તથા ધવલભાઈ ભિમાણી દ્વારા અવિરત સેવા આપીને પુસ્તક પરબ - ટંકારાને શરૂઆતથી અત્યાર સુધીમાં સફળ બનાવવામાં મહત્વનો ફાળો છે.પુસ્તક પરબ - ટંકારા ખાતે બહોળી સંખ્યામાં ગુજરાતી પુસ્તકો તથા હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ક. મા. મુનશી, ધૃવ ભટ્ટ, કાજલ ઓઝા વૈદ્ય, ઝવેરચંદ મેઘાણી, આઈ. કે. વીજળીવાળા, ગિજુભાઈ બધેકા, જુલેવર્ન, જય વસાવડા, ઓશો, સુધા મૂર્તિ, હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, ડૉ. નિમિત ઓઝા, શરદ ઠાકર, ગુણવંત શાહ, સ્વામી સચ્ચિદાનંદ સહિતનાં લેખકોના પુસ્તકો સામેલ છે. આ ઉપરાંત શૈક્ષણિક, બાળ-સહિત્ય, વાર્તા સંગ્રહ, નવલકથા, વ્યક્તિ-વિશેષ, આધ્યાત્મિક, ધાર્મિક, સ્ત્રી-વિશેષ, જીવન ઉપયોગી પુસ્તકો પણ ઉપલબ્ધ છે.