જમાઈના પ્રેમ સંબંધમા સાસુના ઘેર સમાધાન માટે બન્ને પક્ષ ભેગા થયા બાદ ડખ્ખો વકર્યોમોરબી : મોરબીના વજેપરમાં પરિણીત પુરુષને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે બે પરિવાર વચ્ચે ડખ્ખો થયા બાદ સમાધાન માટે ભેગા થતા મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપરમાં રહેતા મનીષાબેન સુરેશભાઈ થરેશાએ આરોપી હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઈ ચૌહાણ, જીગુબેન હર્ષદભાઈ ઉર્ફે હકો ચૌહાણ, ખોડો ઉર્ફે હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઈ ચૌહાણ અને વિશાલ બાબુભાઇ થરેશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી મનીષાબેનના જમાઈને હર્ષદભાઈની દીકરી બિંદિયા સાથે પ્રેમ સંબંધ હોય આરોપીઓને સમાધાન માટે બોલાવતા સારું નહિ લાગતા આરોપીઓએ પાઇપ, ધોકા અને ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.સામાપક્ષે વિશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઇ થરેશાએ આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેશા, જગદીશ સુરેશભાઈ થરેશા, મનીષાબેનના જમાઈ હિતેશ અને સુરેશ લક્ષ્મણભાઇ થરેશા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓ સાથે પ્રેમસંબંધ મામલે ઝઘડો ચાલતો હોય સાહેદ હકો ઉર્ફે હર્ષદને આરોપીઓ જોઈ જતા ગાળાગાળી કરી પગમાં પાઇપ મારી ફરિયાદીને આરોપીઓએ છરીના ઘા ઝીકી ઢીકા પાટુનો માર માર્યો હતો.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.