મોરબી : આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા મોરબી જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સંસ્થાપક અને અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા (પટેલ) અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી ચિરાગ કાકડીયા (પટેલ) દ્વારા મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે વિનોદકુમાર વિડજાની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે જ વિનોદભાઈ વિડજાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સંગઠનના મૂળભૂત સિદ્ધાંતો અને નીતિ નિયમોનું પાલન કરીને સંગઠનને વધુ મજબૂત બનાવવા યોગદાન આપવા નેમ વ્યક્ત કરવામાં આવી છે.