મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે ઉપર ગાળા ગામના પાટિયા નજીક વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી વિદેશી દારૂની નાની મોટી 105 બોટલ કિંમત રૂપિયા 69,050નો મુદ્દામાલ ઝડપાઇ ગયો હતો. જો કે, આરોપી સાગરબાબુ ઓમસિંગ સિંગ પોલીસના હાથમાં ન આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.