મોરબી : દશામાના વ્રત નિમિત્તે, જનક સિંહ ઝાલા દ્વારા દશામાની મૂર્તિ પધરાવવા જતા ભાવિક ભક્તો માટે આવતીકાલે શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે ચા-પાણીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ મોરબી-૨, જૂની પોસ્ટ ઓફિસ, કલેક્ટર ઓફિસ રોડ ખાતે રાખવામાં આવેલ છે. જનક સિંહ ઝાલાએ તમામ દશામા ભક્તોને આ કેમ્પમાં પધારી ચા-પાણીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.