મોરબી: સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અંતર્ગત ઘર-વિહોણા લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશીપ(AHP) તેમજ જે લોકો કાચું મકાન કે અર્ધ-કાચું મકાન અથવા પ્લોટ ધરાવે છે તેઓને પાકા આવાસના લાભ માટે બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટક અન્વયે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા વેબપોર્ટલ શરુ કરેલ છે. મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના ઘર-વિહોણા પરિવારો કે જેઓ આવાસ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક છે તેઓને મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગમાં રૂબરૂ સંપર્ક કરીને અથવા તો વેબલીંક pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx કે QR કોડ સ્કેન કરીને નિયમોનુંસારની પ્રક્રિયા મુજબ ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા મોરબી મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.