મોરબી : રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખિલ ભારતીય શાળાકીય તાલુકા કક્ષાની રમતોની સ્પર્ધા 2025-26 અંતર્ગત મોરબી તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા આજે 31 જુલાઈ 2025 ને ગુરુવારના રોજ મોરબીની નવજીવન વિદ્યાલય ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં તાલુકાભરમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બોયઝ કેટેગરીમાં અંડર-14 વિભાગમાં મોરબી તાલુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ ભાઈઓની ટીમે ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને તાલુકા ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું હતું. આ ટીમ હવે આગળની મોરબી જિલ્લાની સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કરશે. સાથે મોરબી તાલુકાની ખોખોની સ્પર્ધામાં પણ દ્વિતીય નંબર મેળવેલ છે. ચેમ્પિયન ખેલાડીઓને આચાર્ય બકોરી રેનીસસરે અને સંસ્થાના સંચાલક સ્વામી નિર્ગુંણજીવનદાસજી સ્વામી અને ગુણસાગર સ્વામીએ શુભેચ્છા પાઠવી છે.