આગામી સમયના મોરબીની ઝાંખી જોવા પધારવા ધારાસભ્યનું જનતાને આમંત્રણમોરબી : વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરેલા શહેરી વિકાસ વર્ષના 20 માં વર્ષ, શુભારંભ અવસરે મોરબી મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમનું આમંત્રણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં સંખ્યાબંધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. જેમાં આગામી સમયના મોરબીની ઝાંખી જોવા પધારવા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી મહાનગરપાલિકા દ્વારા સૌને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમ આવતીકાલે તારીખ 2 ઓગસ્ટ ને શનિવારે સાંજે 4-30 કલાકે મોરબીના શકત શનાળા સ્થિત પટેલ સમાજ વાડી ખાતે યોજાશે. આ સમારોહમાં સાંસદ સભ્યો પરસોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, કલેક્ટર કે.બી. ઝવેરી તથા કમિશનર સ્વપ્નિલ ખરે વગેરે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થશે જેમાં આગામી સમયના મોરબીનો ચિતાર હશે. મોરબીના નગરજનોને આ સમારોહમાં પધારવા આગ્રહસભર આમંત્રણ પાઠવ્યું છે.