કે.જી.થી કોલેજ સુધીના 260 વિદ્યાર્થીઓને સન્માનિત કરાશેમોરબી : મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન તા. 3-8-2025 ને રવિવારે સવારે 9 કલાકે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવર સામે યોજાશે. આ સમારોહમાં કે.જી.થી કોલેજ સુધીના કુલ 260 વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે સમાજના કાર્યોમાં હર હંમેશ સહયોગ આપતા દાતાને સમાજના ગૌરવ સમાન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ સમારોહમાં સંતો મહંતો સહિત મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેશગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજસગીરી સહિત યુવક મંડળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.