રવાપર ચોકડી, ભક્તિનગર સર્કલ, માળીયા ફાટક અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે હાઇમાસ્ટ પોલ પુનઃ શરૂ મોરબી : મોરબી મહાનગરપાલિકા શાખા દ્વારા મોરબી મનપાના મહત્વપૂર્ણ સ્થળોએ લાઈટિંગની સુવિધામાં સુધારો લાવવાના અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ હેઠળ મોરબી શહેરના મહત્વના ચોરહ રસ્તાઓ પર હાઈમાસ્ટ પોલ રીપેરીંગ કરી અને જરૂર જણાએ નવું મટીરીયલ નાખી ચાલુ કરવામાં આવેલ છે. આ બાબતે વધારામાં રવાપર ચોકડી પરનો હાઇમાસ્ટ પોલ, ભક્તિનગર સર્કલ પર સ્થિત હાઇમાસ્ટ પોલ, માળીયા ફાટક પાસેનો હાઇમાસ્ટ પોલ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેનો હાઇમાસ્ટ પોલ ચાલુ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકાના જાહેર રસ્તાઓ પર તેમજ હદ વિસ્તારોમાં લાઈટો નાખી ચાલુ કરવામાં આવશે. જેથી રાત્રીના સમયે પણ તેનું સૌંદર્ય ઉજાગર થઈ શકે. તદુપરાંત મોરબી મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ મુખ્ય રસ્તાઓ પર જરૂરિયાત મુજબની લાઈટો નાખી આપવામાં આવશે. અને જરૂર જણાએ હાઇમાસ્ટ પાવર સ્થાપવામાં આવશે. આ બાબતે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીથી મોરબીના માર્ગો અને ચોરાસ્થાઓ વધુ સુરક્ષિત બનશે. તેમજ રાત્રે વાહન ચાલકોને સહુલિયત મળશે. મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રહે છે તે માટે પણ યોગ્ય આયોજન કરાયું છે. તેમ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.