મોરબી : મોરબીના સર્કિટ હાઉસ સામે આવેલા મફતીયાપરા મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે બાતમીના આધારે મફતીયાપરા મેઈન શેરીમાં રેડ કરતાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ચાર શખ્સો ધર્મેન્દ્ર ભડાણીયા, રવિ પાટડીયા, આશીફ ચાણીયા અને પાર્થ આદરોજાને ઝડપી લઈ તેઓની પાસેથી રૂપિયા 13,100નો મુદ્દામાલ ઝડપી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.