મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ભરતપરા વિસ્તારમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠે ભરતપરામાં સર્કિટ હાઉસ સામે કુલ ચાર આરોપીઓ જયેશભાઈ સહદેવભાઈ સોલંકી (ઉં.વ. ૨૦), સોયમભાઈ રહીમભાઈ લધાણી (ઉં.વ. ૨૦), સમીરભાઈ સલીમભાઈ નારેજા (ઉં.વ. ૨૫) અને રવિભાઈ ભરતભાઈ ઠાકોર (ઉં.વ. ૨૭) ને રોકડા રૂ. ૧૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.