નાગરિકો મહાપાલિકા તથા ક્લસ્ટર કચેરીએ સવારે 10:30 થી 12 દરમિયાન વેરો ભરી શકશેમોરબી : મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખામાં ટેકનીકલ કામગીરીને લઈ તાત્કાલિક રીતે પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલની સેવાઓને થોભાવવામાં આવી હતી. હવે તે તમામ ટેકનીકલ મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે. જેથી પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલની તમામ સેવાઓ તા. 31 જુલાઈ થી સામાન્ય રીતે પુનઃ શરૂ કરવામાં આવી છે.હવે નાગરિકો પોતાનાં પ્રોપર્ટી ટેક્સના ચૂકવણાંની કામગીરી માટે મહાનગરપાલિકા ઓફિસમાં અથવા જે તે વિસ્તારની કલસ્ટર ઓફિસમાં સવારે 10:30 થી બપોરના 12:00 કલાક સુધી આવી શકશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે. મહાનગરપાલિકાની mmcgujarat.in/ વેબસાઈટમાથી ઓનલાઈન મિલકતવેરો સરળતાથી ભરી શકાશે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર અપીલથી જાણ કરવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.