સામખીયાળી ટોલનાકા નજીક બિયરનો મોટો જથ્થો પકડવામાં એસએમસીને સફળતા : એક શખ્સની ધરપકડમોરબી : મોરબી જિલ્લાની ભાગોળે સામખીયાળી ટોલનાકે સ્ટેટ મોનીટરિંગ ટીમે ગેસના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો રૂ.56.85 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપી લીધો છે. આ સાથે એક શખ્સને પણ પકડી લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ જી.આર.રબારી અને પીએસઆઈ એસ.વી.ગલચરની ટીમને બાતમી મળતા તેઓએ સામખીયાળી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી નીકળતા જીજે 06 એઝેડ 5916 નંબરના ગેસના ટેન્કરને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.56,85,120ની કિંમતના 24,192 ટીન બિયર મળી આવ્યા હતા. જેથી ટેન્કર ચાલક વીંજારામ લચ્છારામ સિયાગ રહે. નિમબાલકોટ જી. બારમેરવાળાની ધરપકડ કરી છે. આ બિયરનો જથ્થો અને ટેન્કર મળી એસએમસીએ કુલ રૂ.82.05 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ સાથે અનિલકુમાર પંડ્યા, અર્જુન તેમજ અન્ય ત્રણ શખ્સોની પ્રાથમિક સંડોવણી ખુલતા તેની સામે સામખીયાળી પોલીસ મથકે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.