મોરબી: ઘૂંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં આવતીકાલે તારીખ 01 ઓગસ્ટ 2025 ના રોજ મેઇન્ટનન્સની કામગીરીના કારણે વિજપુરવઠો બંધ રાખવામાં આવશે. જેમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી 11 કેવી અમૃત ind. ફીડર તથા બેલા Ag ફીડર બંધ રહેશે. તેમજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી 11કેવી વિવાન્તા Ind. ફીડર બંધ રહેશે. જેથી ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયુ છે.