મોરબી: મોરબીના પોલીસ કર્મીઓએ મોરબીના રવાપર ચોકડી નજીક રસ્તામાં પડી ગયેલ પાકીટના માલિકનો સંપર્ક કરી પરત કરવામાં આવ્યું છે. ₹6,000 રોકડા તથા જરૂરી ડોક્યુમેન્ટ મૂળ માલિક સુરેશભાઈ કાનજીભાઈ કાવર ( રહે. સત્યમ હોલ સામેની શેરી, પંચાસર રોડ, ઉમા રેસીડેન્સી)ને કોન્સ્ટેબલ કુલદીપ સિંહ, પરાગભાઇ, ટી. આર. બી. ચમનભાઈ, કરણભાઇ, સમજુબેન દ્વારા પડી ગયેલ પાકીટ પરત કરાયું છે.