મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર રૂદ્ર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાછળ કોઈએ મેડિકલ વેસ્ટ નાખ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં અનેક હોસ્પિટલ આવી હોય કોઈએ અહીં મેડિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કરતા ત્યાં દુર્ગંધ ફેલાઈ છે. જેના કારણે વેપારીઓને હાલાકી પડી રહી છે. મહાપાલિકા આ મામલે તપાસ કરી વેસ્ટ ફેકનાર સામે દંડનીય કાર્યવાહી કરે તેવી વેપારીઓએ માંગ ઉઠાવી છે.