માળિયા : માળીયા મિયાણા પોલીસે ભોડીવાંઢ વિસ્તારમાં આવેલ મોટાપીરની દરગાહ પાસેથી સદામભાઇ હબીબભાઈ નોતીયાર ઉ.વ.૩૩ને એક દેશી બનાવટના તમંચા સાથે પકડી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર, પો.હેડ.કોન્સ પી.બી.જાડેજા, એ.એસ.આઇ. પંકજભાઈ નાગલા, પો.કોન્સ હરપાલસિંહ રાજપુત, રવીભાઈ મેણંદભાઇ, દીપકસિંહ કાઠીયા, બીપીનભાઇ પરમાર રોકાયેલ હતા.