મહિલાએ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં એકાદ મહિના પૂર્વે દર્શન કરવા ગયેલા મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રણ શખ્સોએ માર મારતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા નિમુબેન રમણિકભાઈ પરમાર ઉ.45 નામના મહિલાએ આરોપી જેરામભાઈ ચકુભાઈ રાઠોડ, નરેશભાઈ જેરામભાઈ રાઠોડ અને લાલભાઈ જેરામભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ એકાદ મહિના પહેલા ગામના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગયા હોય આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.