ઈચ્છુકોએ 10 ઓગસ્ટ સુધીમાં www.navodaya.gov.in અથવા forms.gle/1qVCDx4oScpe8FpE9 પર ઓનલાઈન અરજી કરવી મોરબી: ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જિ. મોરબીમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં ખાલી રહેલા જગ્યાઓ માટે (શૈક્ષણિક વર્ષ 2025-26) માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ 10 પાસ કરેલ અને ચાલુ વર્ષે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ www.navodaya.gov.in અથવા orms.gle/1qVCDx4oScpe8FpE9 ગુગલ ફોર્મ દ્વારા અથવા વિદ્યાલય ખાતે તા.10/08/2025 સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે તેવું પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેરના આચાર્ય આર.કે. બોરોલેની યાદીમાં જણાવાયું છે.