સ્વ. મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે રાત્રે 8 કલાલે દશાશ્રીમાળી વણીક ભોજનશાળા ખાતે કાર્યક્રમનું આયોજનમોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના સૌજન્યથી હિમસન આર્ટીસ્ટ ફેડરેશન મોરબી દ્વારા સ્વ. મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આજે રાત્રે આજ કી શામ સંગીત કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે 31 જુલાઈ ને ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી દશાશ્રીમાળી વણીક ભોજનશાળા ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, પ્રમુખ સ્થાને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સ્વ. મોહમ્મદ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આજ કી શામ સંગીત કે નામ કાર્યક્રમમાં સંગીતની મહેફિલ જામશે. જેમાં સાઝ એન્ડ રીધમ બેન્ડ- પરેશ નિમ્બાર્ક અને જીત ગઢવી સૂર સંગીત રજૂ કરશે.