જિલ્લા સહકારી પરિવાર દ્વારા યોજાયો મેગા રક્તદાન કેમ્પ : જયેશભાઇ રાદડિયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિતમોરબી : મોરબી જિલ્લા સહકારી પરિવાર દ્વારા ટંકારાના કલ્યાણપર ગામે કડવા પાટીદાર સમાજની વાડી ખાતે ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પૂર્ણયતિથિએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં 732 લોકોએ રક્તદાન કર્યું હતું. આ વેળાએ જયેશભાઇ રાદડિયા, દુર્લભજીભાઈ દેથરીયા, મનહરભાઈ બાવરવા, નરેન્દ્રભાઈ સંઘાત, કૌશિકભાઈ બારૈયા, અનિલભાઈ વડાવીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.