ગ્રામજનો દારૂના વ્યસનથી દૂર રહે તે માટે દારૂનું વેચાણ જ ગામમાં બંધ કરાવવાની માંગટંકારા : ટંકારાના અમરાપર ગામે દારૂના વેચાણ સામે ઉપસરપંચ મેદાને આવ્યા છે. ગ્રામજનો દારૂના વ્યસનથી દુર રહે તે માટે તેઓએ ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા પોલીસને રજુઆત કરી છે.આમ તો ગુજરાતમાં દારૂબંધી છે.પણ મોરબી જિલ્લામાં જે જગ્યાએ જે બ્રાન્ડ માંગો તે મળી જાય તે વાસ્તવિકતા છે. તેવામાં ટંકારાના અમરાપર ગામે પણ આ જ પરિસ્થિતિ છે. ત્યારે ગામના ઉપસરપંચ હિતેશભાઈ મકવાણાએ આ મામલે ટંકારા પોલીસને રજુઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે ટંકારાની અમરાપર ગ્રામ પંચાયતની હદમાં દારૂની સ્થાનિક કે બહારના વ્યક્તિઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગામના રહીશો નશીલા પદાર્થ એવા દારૂ જેવી કુટેવ મુક્ત લોકો રહે તે હેતુથી દારૂનું વેચાણ અટકાવવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ છે.