રોંગ સાઈડ/ ઓવર સ્પીડના 55, નડતરરૂપ પાર્ક કરેલા 56, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 10, બ્લેક ફિલ્મ લગાવેલ 167, નંબર પ્લેટ નિયમ ભંગના 241, ચાલુ વાહને ફોનના 115, સીટ બેલ્ટ 166, તાલપત્રી ન ઢાંકેલ 48 વાહનો સામે કાર્યવાહી : 110 વાહનો ડિટેઇન કરાયામોરબી : મોરબી જિલ્લા પોલીસે પાંચ દિવસ ટ્રાફિક ડ્રાઇવ ગોઠવી 968 જેટલા વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. જેમાં રોંગ સાઈડ/ ઓવર સ્પીડવાળા 55, નડતરરૂપ પાર્ક કરેલા 56, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 10, બ્લેક ફિલ્મ લગાવેલ 167, નંબર પ્લેટ નિયમ ભંગના 241, ચાલુ વાહને ફોનના 115, સીટ બેલ્ટ 166, તાલપત્રી ન ઢાંકેલ 48 વાહનો સામે કાર્યવાહી કરાઈ છે. સાથે 110 વાહનો ડિટેઇન કરાયા છે.મોરબી જિલ્લામાં તા.૨૫થી ૨૯ સુધી સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં HSRP/નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટ, ડાર્ક ફીલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ તથા ડ્રન્ક એન્ડ ડ્રાઇવ તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૫૫ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા.અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ-૫૬ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. નશો કરી વાહન ચલાવતા વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એક્ટ-૧૮૫ મુજબ ના કુલ ૧૦ ગુના રજીસ્ટર કરવામાં આવેલ હતા. વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૧૦ વાહન ડીટેઇન કરવામાં આવેલ હતા. બ્લેક ફીલ્મ લગાવેલ ૧૬૭ કાર ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી.HSRP નંબર પ્લેટ વગર/ફેન્સી/તુટેલી નંબર પ્લેટવાળા ૨૪૧ વાહન ચાલકો સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરનાર ૧૧૫ ચાલકોને કુલ-૧૧૫ સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી. શીટ બેલ્ટનો ઉપયોગ ન કરનાર ૧૬૬ વાહન ચાલકોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવેલ હતી.વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે ૪૮ કેસો કરવામાં આવેલ હતા. આ વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન કુલ-રૂ.૫૯૨૪૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ હતો.