ટંકારા : ખેડૂત નેતા અને પૂર્વ સાંસદ એવા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવતીકાલે તારીખ 31 જુલાઈ ને ગુરુવારના રોજ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.31 જુલાઈના રોજ સવારે 7-30 થી બપોરે 1 વાગ્યા સુધી કલ્યાપર ગામે કડવા પાટીદાર સમાજ વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ પ્રસંગે યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહેશે. તો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થઈને રક્તદાન કરવા મોરબી જિલ્લા સહકારી પરિવાર તેમજ સર્વ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે.