વાંકાનેર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર- 14 ખોખો ટીમ બહેનોએ વાંકાનેર તાલુકાની વાંકીયા 1 સી.આર.સી.ની વાંકિયા 1 પ્રાથમિક શાળા દ્વારા હરીફ ખોખોની ટીમ સામે ઉત્કૃષ્ટ દેખાવ કરી અંડર 14ની ખોખોની બહેનો ટીમે વાંકાનેર તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આમ વાંકાનેર તાલુકા અને વાંકીયા 1 પ્રા.શાળા તેમજ વાંકીયા 1 ગામનું ગૌરવ વધાર્યું છે તે બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને તૈયારી કરાવનાર શિક્ષક બાંભણીયા આસીફભાઈને વાંકીયા 1 સી.આર.સી. તરફથી શુભેરછા પાઠવવામાં આવી છે.