મોરબી : મોરબીના શક્ત શનાળામાં પ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ચાલી શકાય તેવી પણ સ્થિતિ નથી. આ અંગે મહાપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા ન હતા. અંતે આજે સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે મહાપાલિકા દ્વારા અહીં તાત્કાલિક ઉભરાતી ગટરની સમસ્યા હલ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.